GSSSB Surveyor Recruitment 2026: ગુજરાત સર્વેયર ભરતી, ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી

જો તમે ગુજરાતમાં સરકારી નોકરી (Government Job) ની શોધમાં છો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ વર્ગ-3 હેઠળ સર્વેયર (Surveyor) ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. આ લેખમાં આપણે GSSSB સર્વેયર ભરતી થી સંબંધિત દરેક અગત્યની બાબતોને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજીશું. તમે તમારા ફોન અથવા લેપટોપથી સરળતાથી ઓનલાઈન અરજી (Online Application) કરી શકો છો. તો ચાલો, જરૂરી તારીખો, ખાલી જગ્યા, લાયકાત, પગારધોરણ, પરીક્ષા પેટર્ન, અભ્યાસક્રમ, પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવીએ.

Table of Contents

GSSSB Surveyor Recruitment 2026 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સર્વેયર ભરતી 2026

વિગતમાહિતી
સંગઠનનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામસર્વેયર, વર્ગ-3
જાહેરાત નંબર383/202526
કુલ ખાલી જગ્યાઓ16
અરજીનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

તારીખો એ કોઈપણ સરકારી ભરતીમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે, એક પણ તારીખ ચૂકી જવાથી તમારી અરજી રદ થઈ શકે છે. GSSSB સર્વેયર ભરતી માટેની તારીખો કઈંક આ પ્રકારે છે. નોટિફિકેશન 20 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર થઈ હતી અને તે જ દિવસથી અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી.

ઉમેદવારો 06 માર્ચ 2026 સુધીમાં પોતાની અરજી ઓનલાઈન ભરી શકશે. જો તમે ફી ભરવાનું ભૂલી જાઓ, તો તેના માટે 09 માર્ચ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ અને પ્રવેશપત્ર (Admit Card) ક્યારે આવશે, તેની જાહેરાત બોર્ડ દ્વારા પાછળથી સત્તાવાર વેબસાઈટ પર કરવામાં આવશે.

વિગતતારીખ
નોટિફિકેશન તારીખ20 ફેબ્રુઆરી 2026
અરજી શરૂ થવાની તારીખ20 ફેબ્રુઆરી 2026 (14:00 કલાકથી)
અરજી કરવાની છેલ્લી તારીખ06 માર્ચ 2026 (23:59 સુધી)
ફી ચૂકવવાની છેલ્લી તારીખ09 માર્ચ 2026 (23:59 સુધી)
પ્રવેશપત્ર (Admit Card) પ્રકાશન તારીખસત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે
પરીક્ષા તારીખપાછળથી જાહેર કરવામાં આવશે

ખાલી જગ્યાઓની વિગતો (Vacancy Details)

GSSSB સર્વેયર સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ મળેલ માહિતી પ્રમાણે, આ વર્ગ 3 ની ભરતીમાં કુલ 16 ખાલી જગ્યાઓ છે. આ જગ્યાઓ જુદી જુદી શ્રેણીઓ માટે ફાળવવામાં આવી છે. સૌથી વધુ 8 જગ્યાઓ બિન-અનામત (સામાન્ય) શ્રેણી માટે છે, જેમાંથી 2 જગ્યાઓ ફક્ત મહિલાઓ માટે અનામત છે. SEBC શ્રેણીમાં 4 જગ્યાઓ છે (1 મહિલા માટે), ST માટે 2 જગ્યાઓ, SC માટે 1 જગ્યા અને EWS માટે 1 જગ્યા છે. આરક્ષણનો લાભ ફક્ત ગુજરાત રાજ્યના ઉમેદવારોને જ મળશે.

શ્રેણીકુલ જગ્યાઓવિશેષ વિગત
બિન-અનામત (General)08જેમાંથી 2 મહિલાઓ માટે અનામત
SEBC04જેમાંથી 1 મહિલાઓ માટે અનામત
ST (અનુસૂચિત જનજાતિ)02
SC (અનુસૂચિત જાતિ)01
EWS (આર્થિક રીતે નબળા વર્ગ)01
કુલ16આરક્ષણ લાભ: ફક્ત ગુજરાતના ઉમેદવારો માટે

પગાર વિગતો (Salary Details)

અધિકૃત જાહેરનામા મુજબ, GSSSB સર્વેયર વર્ગ-3 પોસ્ટ માટે પણ સારો પગાર નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ ત્રણ વર્ષ માટે ઉમેદવારોને દર મહિને રૂ. 40,800 નો ફિક્સ પગાર (Fixed Pay) મળશે. ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા બાદ, તેઓને નિયમિત પગાર ધોરણ લેવલ-5 હેઠળ રૂ. 29,200 થી રૂ. 92,300 સુધીનો પગાર મળશે. આ ઉપરાંત, સરકારી નિયમો મુજબ અન્ય ભથ્થાં (Dearness Allowance, House Rent Allowance, વગેરે) પણ મળશે.

સમયગાળોપગારની વિગત
પ્રથમ 3 વર્ષ (ફિક્સ પગાર)દર મહિને રૂ. 40,800/-
3 વર્ષ બાદ (પગાર ધોરણ)લેવલ-5 (રૂ. 29,200/- થી રૂ. 92,300/-)

વયમર્યાદા (Age Limit)

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં આપેલ માહિતી અનુસાર, આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 06 માર્ચ 2026 ના રોજ 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, સરકારના નિયમો અનુસાર અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ (Age Relaxation) આપવામાં આવે છે.

સામાન્ય મહિલાઓ અને અનામત પુરુષોને 5 વર્ષની છૂટ મળે છે. અનામત મહિલાઓને 10 વર્ષની છૂટ મળે છે. શારીરિક રીતે અપંગ (PH) અને ભૂતપૂર્વ સૈનિકો માટે નિયમો અનુસાર છૂટ આપવામાં આવશે, જેમાં મહત્તમ ઉંમર 45 વર્ષ સુધીની થઈ શકે છે.

વિગતમર્યાદા/લાભ
લઘુત્તમ ઉંમર18 વર્ષ (06 માર્ચ 2026 ના રોજ)
મહત્તમ ઉંમર33 વર્ષ (06 માર્ચ 2026 ના રોજ)
સામાન્ય મહિલા / અનામત પુરુષ5 વર્ષની છૂટ
અનામત મહિલા10 વર્ષની છૂટ
PH / ભૂતપૂર્વ સૈનિકસરકારી નિયમ મુજબ છૂટ (મહત્તમ 45 વર્ષ સુધી)

જરૂરી દસ્તાવેજો (Required Documents)

ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અને દસ્તાવેજ ચકાસણી (Document Verification) સમયે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે. આ દસ્તાવેજો તમારી ઓળખ, લાયકાત અને શ્રેણી સાબિત કરે છે. તમારે તમારા ડિપ્લોમાના માર્કશીટ અને પ્રમાણપત્ર, ઉંમરના પુરાવા માટે શાળા છોડવાનું પ્રમાણપત્ર કે જન્મ પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), SEBC માટે નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર, ફોટો અને સહીની સ્કેન કરેલી નકલો તૈયાર રાખવી જોઈએ.

દસ્તાવેજનો પ્રકારવિગત
શૈક્ષણિક દસ્તાવેજોડિપ્લોમાની માર્કશીટ અને પ્રમાણપત્ર.
ઉંમર અને ઓળખશાળા છોડવાનું પ્રમાણપત્ર / જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ.
જાતિ/શ્રેણી પ્રમાણપત્રSC/ST/SEBC/EWS નું પ્રમાણપત્ર (લાગુ હોય તો).
વિશેષ પ્રમાણપત્રોSEBC માટે નોન-ક્રીમી લેયર, PH/ભૂતપૂર્વ સૈનિકનો પુરાવો.
સ્કેન કરેલી ફાઇલોપાસપોર્ટ સાઇઝ ફોટો (સફેદ બેકગ્રાઉન્ડ, તારીખ સાથે), સહી (JPG ફોર્મેટ, 15 KB સુધી).

અરજી ફી (Application Fee)

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, સંસ્થા એ વિવિધ શ્રેણીઓ માટે જુદી જુદી ફી નક્કી કરી છે. જો તમે સામાન્ય (General) શ્રેણીના ઉમેદવાર છો, તો તમારે રૂ. 500 ફી ભરવાની રહેશે.

જ્યારે SC, ST, SEBC, EWS, PH, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટે ફી રૂ. 400 રાખવામાં આવી છે. ફી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાય છે, જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI અથવા વોલેટ. યાદ રાખો, ફી ભર્યા પછી જ તમારી અરજી સફળ ગણાશે.

શ્રેણીઅરજી ફીચુકવણીનું માધ્યમ
સામાન્ય (General)રૂ. 500/-ઓનલાઈન (ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI, વોલેટ)
અનામત શ્રેણીઓ (SC/ST/SEBC/EWS/PH/મહિલા/ભૂતપૂર્વ સૈનિક)રૂ. 400/-ઓનલાઈન (ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI, વોલેટ)

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

GSSSB દ્વારા જણાવ્યા મુજબ, આ ભરતીની સૌથી ખાસ વાત એ છે કે તે ફક્ત ડિપ્લોમા ધારકો (Diploma Holders) માટે છે. અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (Diploma in Civil Engineering) હોવું ફરજિયાત છે.

જાહેરાતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી (B.E./B.Tech) ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક ગણાશે નહીં. આ ઉપરાંત, ઉમેદવારને કમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન (Basic Computer Knowledge) હોવું પણ જરૂરી છે.

વિગતજરૂરિયાત
ફરજિયાત લાયકાતમાન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
અપાત્રતાસિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E./B.Tech) ધરાવતા ઉમેદવારો લાયક નથી.
અન્ય આવશ્યકતાકમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી.

શા માટે આ નોકરી ડિપ્લોમા ધરાવતા લોકો માટે સારી તક છે?

આ ભરતી ખાસ કરીને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કરેલા ઉમેદવારો માટે જ છે. ઘણી સરકારી ભરતીમાં ડિગ્રી ધારકોને પ્રાથમિકતા આપવામાં આવે છે, પરંતુ અહીં ડિપ્લોમા ધારકોને સીધી તક આપવામાં આવી છે. તેથી જેમણે ડિપ્લોમા કર્યા પછી સારી અને કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ એક સારો મોકો છે.

આ પોસ્ટમાં શરૂઆતથી જ ફિક્સ પણ સારો પગાર મળે છે અને ત્રણ વર્ષ બાદ નિયમિત પગારધોરણનો લાભ મળે છે, જે ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવે છે. સાથે જ સરકારી નોકરી હોવાના કારણે નોકરીની સ્થિરતા અને અન્ય સરકારી લાભો પણ મળે છે.

સરકારી વિભાગમાં કામ કરવાનો અનુભવ મેળવવાની તક પણ મળે છે, જે ભવિષ્યમાં પ્રમોશન અને કારકિર્દી વિકાસ માટે મદદરૂપ થાય છે. તેથી, યોગ્ય લાયકાત ધરાવતા ડિપ્લોમા ઉમેદવારો માટે આ ભરતી ખરેખર એક સારી તક કહી શકાય છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઓફિશિયલ સૂચના મુજબ આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા (Written Exam) લેવામાં આવશે, જે OMR અથવા કોમ્પ્યુટર આધારિત (CBRT) હોઈ શકે છે. આ પરીક્ષામાં બંને ભાગો (ભાગ A અને ભાગ B) માં લઘુત્તમ 40% ગુણ (અનામત શ્રેણીને લાગુ નિયમો) મેળવવા ફરજિયાત છે.

પરીક્ષામાં સફળ થયેલા અને મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને ખાલી જગ્યાઓના આશરે બમણી સંખ્યામાં દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી લેખિત પરીક્ષાના ગુણ અને દસ્તાવેજ ચકાસણીના આધારે થશે.

તબક્કોવિગત
તબક્કો 1લેખિત પરીક્ષા (OMR/CBRT આધારિત MCQ).
તબક્કો 2લઘુત્તમ લાયકાત ગુણ (ભાગ A અને B માં 40% અથવા નિયમ મુજબ).
તબક્કો 3દસ્તાવેજ ચકાસણી (ખાલી જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારો બોલાવાશે).
GSSSB Surveyor Recruitment 2026 Selection Process in Gujarati

પરીક્ષા પેટર્ન (Exam Pattern)

પરીક્ષાની તૈયારી માટે પરીક્ષા પેટર્ન સમજવી ખૂબ જ જરૂરી છે. આ પરીક્ષા કુલ 210 ગુણ માટે લેવાશે અને તેમાં 210 પ્રશ્નો પૂછાશે. પરીક્ષા ત્રણ કલાક (180 મિનિટ) ની હશે. પેપરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે:

  • ભાગ A (90 ગુણ): આમાં સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ, ગુજરાતી, અંગ્રેજી, બંધારણ અને વર્તમાન બાબતોના પ્રશ્નો હશે.
  • ભાગ B (120 ગુણ): આ ટેકનિકલ વિભાગ છે. જેમાં સિવિલ એન્જિનિયરિંગના વિષયો જેવા કે સર્વેક્ષણ, માટી ઇજનેરી, જળ સંસાધન, અંદાજ-ખર્ચ વગેરેમાંથી પ્રશ્નો પૂછાશે. ખોટા જવાબ માટે 0.25 ગુણ (નેગેટિવ માર્કિંગ) કાપવામાં આવશે.
વિગતભાગ A (સામાન્ય)ભાગ B (ટેકનિકલ)
કુલ પ્રશ્નો90120
કુલ ગુણ90120
પરીક્ષાનો સમય3 કલાક (180 મિનિટ)3 કલાક (180 મિનિટ)
નકારાત્મક ગુણાંકદરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ (1/4)દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ (1/4)

અભ્યાસક્રમ (Syllabus)

સારી તૈયારી માટે અભ્યાસક્રમ (Syllabus) સમજવો જરૂરી છે. ભાગ A માં મુખ્યત્વે તર્કશક્તિ (Reasoning), ડેટા અર્થઘટન, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની સમજ, ભારતનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ અને રોજિંદા વર્તમાન બાબતોનો સમાવેશ થાય છે.

ભાગ B (ટેકનિકલ) માં સિવિલ એન્જિનિયરિંગના મુખ્ય વિષયો જેમ કે સર્વેક્ષણ (Surveying), નકશા બનાવવા, માટી ઇજનેરી (Soil Engineering), જળ સંસાધન વ્યવસ્થાપન (Water Resource Management), પરિવહન આયોજન (Transportation), અંદાજ અને ખર્ચ (Estimation & Costing), ભૂકંપ ઇજનેરી વગેરેનો સમાવેશ થાય છે.

ભાગમુખ્ય વિષયો
ભાગ A (બિન-ટેકનિકલ)તર્કશક્તિ, માત્રાત્મક યોગ્યતા, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, ભારતનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બાબતો.
ભાગ B (ટેકનિકલ)સર્વેક્ષણ, નકશા તૈયારી, માટી ઇજનેરી, જળ સંસાધન, પરિવહન આયોજન, અંદાજ-ખર્ચ, ભૂકંપ ઇજનેરી, પર્યાવરણ.

પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ (Preparation Tips)

સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે યોગ્ય યોજના અને પોતાનાથી શક્ય હોય એટલી વધુ મહેનત કરવી જરૂરી છે.

  1. સૌથી પહેલા અભ્યાસક્રમને ધ્યાનથી સમજી લો: સૌથી પહેલા GSSSB ના અભ્યાસક્રમને વિગતવાર સમજી લો. બંને ભાગો માટે અલગથી તૈયારી કરો.
  2. ટાઈમટેબલ બનાવી લો: દરરોજનો અભ્યાસક્રમ નક્કી કરો. ટેકનિકલ વિષયો માટે વધુ સમય ફાળવો, પરંતુ સામાન્ય જ્ઞાન પર પણ ધ્યાન આપો.
  3. પાછળના વર્ષના પ્રશ્નપત્રો સોલ્વ કરો: અગાઉની GSSSB અને અન્ય ગુજરાત સરકારની પરીક્ષાઓના પ્રશ્નપત્રો શોધીને તેને સોલ્વ કરો. તેનાથી પરીક્ષાના દાખલા અને મુશ્કેલીનું સ્તર સમજાશે.
  4. નિયમિત મોક ટેસ્ટ આપતા રહો: ઓનલાઈન મોક ટેસ્ટ નિયમિત આપો. આનાથી તમારી ઝડપ અને કેટલા જવાબ સાચા છે તે ખબર પડશે ટાઈમ મેનેજમેન્ટ પણ સારું થશે.
  5. જરૂરી ટોપિકની નોંધ બનાવો: ટેકનિકલ ફોર્મ્યુલા, તથ્યો અને વર્તમાન બાબતોની ટૂંકી નોંધ નિયમિત રીતે બનાવતા રહો. તે પરીક્ષા પહેલા રિવિઝન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

પરીક્ષાની તૈયારી માટે કેટલીક ખાસ વ્યક્તિગત ટિપ્સ

મારા અનુભવ મુજબ, માત્ર અભ્યાસ કરવો પૂરતો નથી, પરંતુ યોગ્ય રીતે તૈયારી કરવી વધુ જરૂરી છે. નીચેના મુદ્દા તમને ચોક્કસ મદદરૂપ થશે:

  1. નાના લક્ષ્યો નક્કી કરો: એક સાથે આખો અભ્યાસક્રમ પૂરું કરવાનો પ્રયાસ ન કરો. દરરોજ 2-3 ટોપિક પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખો.
  2. ટેકનિકલ વિષયો વારંવાર રિવિઝન કરો: સિવિલ એન્જિનિયરિંગના ફોર્મ્યુલા અને મહત્વના કન્સેપ્ટ નિયમિત રીતે રિવિઝન કરશો તો પરીક્ષામાં ઝડપ વધશે.
  3. સમય મેનેજમેન્ટનો અભ્યાસ કરો: મોક ટેસ્ટ આપતી વખતે ઘડિયાળ સામે બેસો. ત્રણ કલાકમાં પેપર પૂરુ કરવાની ટેવ પાડો.
  4. નબળા વિષયો પર ખાસ ધ્યાન આપો: ઘણા ઉમેદવારો ફક્ત મજબૂત વિષય પર જ ધ્યાન આપે છે. પરંતુ સાચી તૈયારી ત્યારે કહેવાય જ્યારે નબળા ટોપિક પણ સુધરી જાય.
  5. આરોગ્ય અને આરામનું ધ્યાન રાખો: સારી ઊંઘ અને નિયમિત વિરામ લેવો ખૂબ જ જરૂરી છે. થાકેલા મનથી અભ્યાસ અસરકારક નથી થતો. મારો એક મિત્ર, પરીક્ષાના અંતિમ દિવસોમાં ફક્ત 3-4 કલાકની ઊંઘ લઇ અભ્યાસ કરતો હતો અને જયારે પરીક્ષાના દિવસો આવ્યા ત્યારે તે બીમાર પડી ગયો હતો જેથી સારી ઊંઘ અને નિયમિત વિરામ પણ જરૂરી છે.
  6. સત્તાવાર માહિતી જ અનુસરો: અફવા અથવા અનધિકૃત માહિતી પર આધાર રાખશો નહીં. હંમેશા સત્તાવાર જાહેરનામું ચકાસો.

અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)

સત્તાવાર જાહેરાતમાં અરજી કરવાની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી છે જે નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને તમે અરજી કરી શકો છો:

  • ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અરજી કરવા માટે ઉમેદવારોએ સૌથી પહેલા ગુજરાત સરકારની ભરતી સંબંધિત વેબસાઈટ OJAS પર જવાનું રહેશે જે માટે તમે ગૂગલ પર જઈ OJAS લખી સર્ચ કરી શકો છો.
  • તમને સર્ચ રિઝલ્ટમાં અલગ અલગ વેબસાઈટ જોવા મળશે એમાં સૌથી પહેલી જે વેબસાઈટ હશે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ “ઓનલાઈન અરજી” (Apply Online) નો વિકલ્પ જોવા મળશે એના પર ક્લિક કરો અને “GSSSB” ની લિંક પસંદ કરો.
  • જાહેરાત નંબર “383/202526” શોધો અને “અરજી કરો” બટન પર ક્લિક કરો. નોંધણી (Registration) કરો.
  • નોંધણી થઈ ગયા બાદ, તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો ભૂલ ન થાય એ રીતે ધ્યાનથી ભરી દો.
  • તમારો ફોટો અને સહી સ્કેન કરીને સત્તાવાર પ્લેટફોર્મ દ્વારા મંગાવામાં આવેલ ફોર્મેટ (JPG, 15 kb)માં અપલોડ કરો.
  • બધી વિગતો ચકાસ્યા બાદ “અરજી સબમિટ કરો” પર ક્લિક કરો અને સબમિટ કરશો એટલે એક નોંધણી ક્રમાંક આવશે તેને કોઈ જગ્યા પર નોંધી રાખો, કારણ કે ભવિષ્યમાં આ નંબરની જરૂર પડશે.
  • હવે “ફી ચૂકવો” વિકલ્પ પર ક્લિક કરીને નિર્ધારિત ફી ઓનલાઈન ભરો.
  • અંતમાં, ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મ અને ફીની રસીદનો પ્રિન્ટાઉટ કાઢીને સાચવી લો.

પ્રવેશપત્ર (Admit Card) અને કોલ લેટર

લેખિત પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ, GSSSB દ્વારા થોડા દિવસો પહેલા સત્તાવાર વેબસાઇટ OJAS પર પ્રવેશપત્ર (Admit Card) ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે તમારે તમારો નોંધણી નંબર અને જન્મ તારીખ જેવી વિગતો દાખલ કરવાની રહેશે. પ્રવેશપત્ર વિના તમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં, તેથી તે સમયસર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લેવી ખૂબ જરૂરી છે. પ્રવેશપત્રમાં પરીક્ષાનું કેન્દ્ર, સમય અને મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી હશે.

ગુજરાત પરીક્ષા કેન્દ્ર (Exam Centre)

જાહેરાતમાં જણાવ્યા મુજબ, લેખિત પરીક્ષા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા મથકો પર આયોજિત થવાની સંભાવના છે. ઉમેદવારોને તેમની અરજીમાં દર્શાવેલ પસંદગીઓ અનુસાર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જો કે, GSSSB બોર્ડ અંતિમ નિર્ણય લેશે અને પ્રવેશપત્રમાં ચોક્કસ પરીક્ષા કેન્દ્રનું સરનામું જણાવવામાં આવશે. કોઈપણ ગેરસમજ ટાળવા માટે ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્ર પર છપાયેલ કેન્દ્રની વિગતો ધ્યાનથી વાંચવી જોઈએ.

કટઓફ (Cutoff)

એક વખત પરીક્ષા પૂરી થયા બાદ, GSSSB વિવિધ શ્રેણીઓ (General, SC, ST, SEBC, EWS) માટે લઘુત્તમ પાસિંગ ગુણ (Cutoff Marks) જાહેર કરશે. કટઓફ એ ન્યૂનતમ ગુણ છે જે મેળવ્યા બાદ ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી અને અંતિમ પસંદગી માટે લાયક છે કે નહિ તે નક્કી કરવામાં આવે છે. કટઓફ સ્કોર પરીક્ષાની મુશ્કેલી, ઉમેદવારોની સંખ્યા અને ખાલી જગ્યાઓના આધારે બદલાઈ શકે છે. અનામત શ્રેણીના ઉમેદવારો માટે કટઓફ સામાન્ય રીતે ઓછો હોય છે.

પરિણામ (Result)

દસ્તાવેજ ચકાસણી અને અન્ય સરકારી પ્રક્રિયા પૂરી થયા બાદ, GSSSB અંતિમ પરિણામ (Final Result) અને પસંદ થયેલા ઉમેદવારોની યાદી (Merit List) પોતાની સત્તાવાર વેબસાઈટ પર કરવામાં આવશે. આ યાદીમાં જે ઉમેદવારોના નામ હશે, તેઓને GSSSB દ્વારા નિયુક્તિ પત્ર (Appointment Letter) મોકલવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો તેમના રોલ નંબર અથવા નામથી પોતાનું પરિણામ ચકાસી શકશે.

જુના પ્રશ્નપત્રો ક્યાંથી મેળવવા (Previous Papers)

પરીક્ષાની તૈયારી માટે જુના પ્રશ્નપત્રો (Previous Year Question Papers) ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમે આ પ્રશ્નપત્રો ક્યાંથી મેળવી શકો છો તેની માહિતી નીચે મુજબ આપેલ છે.

  • સત્તાવાર વેબસાઈટ: GSSSB અને OJAS ની સત્તાવાર વેબસાઈટ પર ક્યારેક જુના પ્રશ્નપત્રો મૂકવામાં આવે છે.
  • ગૂગલ: તમે ગૂગલ પર “GSSSB Surveyor Previous Year Question Papers PDF” અથવા “GSSSB Class 3 Old Papers” સર્ચ કરી શકો છો. ઘણી શૈક્ષણિક વેબસાઈટો અને બ્લોગ્સ પર આ પેપર ઉપલબ્ધ હોય છે.
  • બુક સ્ટોર / લાયબ્રેરી: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે બજારમાં ગુજરાત સરકારની પરીક્ષાઓના માર્ગદર્શિકા અને પ્રશ્ન બેંક ઉપલબ્ધ હોય છે, જેમાં જુના પ્રશ્નપત્રો હોય છે.
  • મોબાઈલ એપ્લિકેશન: ઘણી એન્ડ્રોઈડ એપ્લિકેશનો છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસ માટે સામગ્રી અને મોક ટેસ્ટ આપે છે. તેમાં પણ જુના પ્રશ્નપત્રો મળી શકે છે.

GSSSB Surveyor Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

ઉમેદવારો આ ભરતી સંબંધિત અમુક પ્રશ્નો વારંવાર ગૂગલ પર પૂછે છે જેના જવાબો નીચે મુજબ છે.

પ્રશ્ન 1: GSSSB Surveyor Recruitment 2026 માટે અરજી ક્યારે શરૂ થાય છે?

જવાબ: ઓનલાઈન અરજી પ્રક્રિયા 20 ફેબ્રુઆરી 2026 બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ છે.

પ્રશ્ન 2: અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ: ઉમેદવારો 06 માર્ચ 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

પ્રશ્ન 3: GSSSB Surveyor માટે કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?

જવાબ: આ ભરતીમાં કુલ 16 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

પ્રશ્ન 4: આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું છે?

જવાબ: ઉમેદવાર પાસે સિવિલ એન્જિનિયરિંગમાં માન્ય સંસ્થાથી ડિપ્લોમા હોવો જરૂરી છે.

પ્રશ્ન 5: શું B.E. અથવા B.Tech ઉમેદવારો અરજી કરી શકે?

જવાબ: નહીં, સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક નથી.

પ્રશ્ન 6: GSSSB Surveyor નો શરૂઆતનો પગાર કેટલો છે?

જવાબ: પ્રથમ 3 વર્ષ માટે દર મહિને રૂ. 40,800 ફિક્સ પગાર આપવામાં આવશે.

પ્રશ્ન 7: પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે?

જવાબ: હા, દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.

પ્રશ્ન 8: અરજી કઈ વેબસાઈટ પરથી કરવી?

જવાબ: ઉમેદવારોએ OJAS સત્તાવાર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવી પડશે.

આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:

નિષ્કર્ષ:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સર્વેયર વર્ગ 3 ભરતી એ જેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે તેમના માટે સરકારી નોકરી મેળવવાનો સારો મોકો સાબિત થઇ શકે છે. જો તમે પણ આ લાયકાત ધરાવો છો, તો જેમ બને એમ વહેલી તૈયારી શરૂ કરી દો અને સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ સમયસીમા (06 માર્ચ 2026) પહેલા તમારી અરજી ઓનલાઈન જમા કરવાનું ભૂલશો નહીં. સત્તાવાર વેબસાઈટ OJAS પર નજર રાખો અને આપેલી ટિપ્સની મદદથી સારી રીતે તૈયારી કરો. આવી જ નવીનતમ સરકારી ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહો.

યાદ રાખો, સતત મહેનત અને યોગ્ય દિશામાં તૈયારી જ સફળતાની ચાવી છે. આત્મવિશ્વાસ રાખો, નિયમિત અભ્યાસ કરો અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધો – તમારી મહેનત જરૂર રંગ લાવશે.

Disclaimer:

આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતી માટે છે. અમે સત્તાવાર સરકારી સંસ્થા નથી અને કોઈ ભરતી પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલા નથી. તમામ માહિતી સત્તાવાર જાહેરનામા અને વિશ્વસનીય સ્ત્રોતોના આધાર પર તૈયાર કરવામાં આવે છે, છતાં કોઈ ભૂલ અથવા ફેરફાર માટે અમે જવાબદાર નથી. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઈટ પર માહિતી ચકાસી લો. વપરાશકર્તા પોતાની જવાબદારી પર નિર્ણય લે.

Leave a Comment