GPSC Recruitment 2026: જો તમે ગુજરાતમાં સરકારી નોકરી (Government Job) ની શોધમાં છો તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 7/2026-27 હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ અન્ય વિભાગોમાં કુલ 27 જેટલી મહત્વની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે.
આ લેખમાં આપણે GPSC ભરતી સંબંધિત દરેક અગત્યની બાબતોને સરળ ભાષામાં સમજીશું. જેથી તમે તમારા ફોન અથવા લેપટોપથી સરળતાથી ઓનલાઈન અરજી (Online Application) કરી શકો છો. તો ચાલો, જરૂરી તારીખો, ખાલી જગ્યા, લાયકાત, પગારધોરણ, પરીક્ષા માટેની તૈયારી માટે ટિપ્સ અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવીએ.
GPSC Recruitment 2026 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2026
| માહિતીનો પ્રકાર | વિગત |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટનું નામ | વિવિધ |
| કુલ જગ્યાઓ | 27 |
| પગાર | ₹ 44,900 થી શરુ |
| અરજી મોડ | ઓનલાઇન |
| સત્તાવાર વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in/ |
મહત્વની તારીખો (Important Dates)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 5 મે 2026 થી શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે છેલ્લી તારીખ 19 મે 2026 પહેલા પોતાની અરજી કન્ફર્મ કરી લેવી જોઈએ. આ ભરતીની પ્રારંભિક પરીક્ષા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં યોજાશે, જેની તૈયારી માટે અત્યારથી જ આયોજન કરવું યોગ્ય રહેશે.
| ઘટના (Event) | તારીખ અને સમય |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 05-05-2026 (બપોરે 1:00 થી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19-05-2026 (રાત્રે 11:59 સુધી) |
| પ્રારંભિક કસોટી (સામાન્ય અભ્યાસ) | 26-07-2026 |
| પ્રારંભિક કસોટી (વિષય આધારિત) | 11-08-2026 |
| ઇન્ટરવ્યૂનો સંભવિત સમય | ડિસેમ્બર – 2026 |
પોસ્ટનું નામ અને વિગત (Post Name & Details)
GPSC એ આ ભરતીમાં વિવિધ કેડરની પોસ્ટનો સમાવેશ કર્યો છે. જેમાં મુખ્યત્વે નર્સિંગ ક્ષેત્રના નિષ્ણાતો માટે નર્સિંગ ઓફિસર અને પ્રિન્સિપાલની જગ્યાઓ છે. આ ઉપરાંત, વહીવટી ક્ષેત્રમાં રસ ધરાવતા ઉમેદવારો માટે મહિલા અને બાળ અધિકારી, જુનિયર સ્ટાફ ઓફિસર અને આંકડાકીય સેવાઓમાં ડેપ્યુટી ડિરેક્ટર જેવી ક્લાસ-1 અને ક્લાસ-2 ની પ્રતિષ્ઠિત જગ્યાઓનો સમાવેશ થાય છે. દરેક પોસ્ટની જવાબદારી અને વિભાગ અલગ-અલગ છે, જેથી ઉમેદવારો પોતાની લાયકાત મુજબ પસંદગી કરી શકે છે.
| પોસ્ટનું નામ | વર્ગ (Class) | કુલ જગ્યાઓ |
| નર્સિંગ ઓફિસર / પ્રિન્સિપાલ | વર્ગ-2 | 08 |
| આચાર્ય (નર્સિંગ સેવા) | વર્ગ-1 | 02 |
| નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ | વર્ગ-2 | 12 |
| મહિલા અને બાળ અધિકારી / નાયબ નિયામક | વર્ગ-1 | 01 |
| નાયબ નિયામક (આંકડાકીય સેવા) | વર્ગ-1 | 01 |
| મેનેજર (માર્ગ અને મકાન વિભાગ) | વર્ગ-2 | 01 |
| નાયબ બાગાયત નિયામક | વર્ગ-1 | 01 |
| જુનિયર સ્ટાફ ઓફિસર (વહીવટ) | વર્ગ-2 | 01 |
| કુલ ખાલી જગ્યાઓ | – | 27 |
પગાર ધોરણ (Salary Structure)
GPSC ની ભરતી જાહેરાતમાં જણવ્યા અનુસાર, આ પોસ્ટ્સ સાતમા પગાર પંચ મુજબ પે-મેટ્રિક્સના ઉચ્ચ લેવલમાં આવે છે. વર્ગ-1 ની પોસ્ટ માટે પગાર ધોરણ ખૂબ જ ઊંચું છે, જ્યારે વર્ગ-2 ની પોસ્ટમાં પણ શરૂઆતનો પગાર ઘણો સારો મળે છે. કાયમી નિમણૂક બાદ મોંઘવારી ભથ્થું, ઘરભાડું અને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર થાય છે.
| પોસ્ટનો પ્રકાર | પગાર ધોરણ (Pay Matrix) |
| વર્ગ-1 (ડિરેક્ટર / આચાર્ય) | રૂ. 78,800 – 2,09,200 |
| વર્ગ-1 (નાયબ નિયામક) | રૂ. 56,100 – 1,77,500 |
| વર્ગ-2 (નર્સિંગ ઓફિસર) | રૂ. 53,100 – 1,67,800 |
| વર્ગ-2 (જુનિયર સ્ટાફ / મેનેજર) | રૂ. 44,900 – 1,42,400 |
આ પણ વાંચો – AMC Sahayak Fireman Recruitment 2026
વય મર્યાદા (Age Limit)
GPSC દ્વારા દરેક કેડર માટે ઉંમરની મર્યાદા સ્પષ્ટ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ ભરતીમાં ઉપલી વય મર્યાદા 35 થી 47 વર્ષ સુધીની રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 19-05-2026 ના રોજ કરવામાં આવશે. ગુજરાત સરકારના નીતિ-નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારો (SC, ST, SEBC, EWS) અને મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.
| પોસ્ટનું નામ | મહત્તમ વય મર્યાદા |
| આચાર્ય (વર્ગ-1) | 47 વર્ષ |
| મહિલા અને બાળ અધિકારી | 42 વર્ષ |
| નાયબ નિયામક (આંકડા / બાગાયત) | 42 વર્ષ |
| નર્સિંગ ઓફિસર (વર્ગ-2) | 40 વર્ષ |
| નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ | 39 વર્ષ |
| જુનિયર સ્ટાફ ઓફિસર | 38 વર્ષ |
| મેનેજર (ગ્રેડ-1) | 35 વર્ષ |
અરજી ફી (Application Fee)
અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિર્ધારિત ફી ભરવી જરૂરી છે. સામાન્ય એટલે કે અનરિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. ફી ઓનલાઈન નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ભરી શકાય છે. ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવી નથી.
| કેટેગરી | અરજી ફી |
| સામાન્ય (General) | રૂ. 100 + ચાર્જ |
| SC / ST / SEBC / EWS (ગુજરાતના) | શૂન્ય (મુક્તિ) |
| દિવ્યાંગ (PwD) અને માજી સૈનિક | શૂન્ય (મુક્તિ) |
આ પણ વાંચો – MSU Baroda Recruitment 2026
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. નર્સિંગ પોસ્ટ માટે M.Sc. અથવા B.Sc. નર્સિંગની સાથે અનુભવ જરૂરી છે. જ્યારે નાયબ નિયામક (આંકડાકીય) માટે આંકડાશાસ્ત્ર કે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક હોવું જરૂરી છે. જુનિયર સ્ટાફ ઓફિસર માટે કોઈપણ સ્નાતક અરજી કરી શકે છે. તમારી પાસે જે-તે વિષયની ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ અને નર્સિંગ ઉમેદવારો પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.
| પોસ્ટનું નામ | જરૂરી લાયકાત |
| નર્સિંગ ઓફિસર | M.Sc (Nursing) + 3 વર્ષ અનુભવ અથવા B.Sc (Nursing) + 5 વર્ષ અનુભવ |
| નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ | M.Sc (Nursing) અથવા Post Basic B.Sc (Nursing) |
| મહિલા અને બાળ અધિકારી | MSW / સમાજશાસ્ત્ર / મનોવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી |
| નાયબ નિયામક (આંકડા) | આંકડાશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / ગણિતમાં માસ્ટર ડિગ્રી (બીજો વર્ગ) |
| મેનેજર (ગ્રેડ-1) | હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી અથવા ડિપ્લોમા |
| જુનિયર સ્ટાફ ઓફિસર | કોઈપણ વિષયમાં સ્નાતક (Graduate) |
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની રિક્રુટમેન્ટ નોટિફિકેશન મુજબ, આ ભરતીમાં પસંદગી બે તબક્કાના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કો ‘પ્રારંભિક કસોટી’ (Preliminary Test) છે, જે ઓબ્જેક્ટિવ (MCQ) પ્રકારની હોય છે. આ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને મેરિટના આધારે બીજા તબક્કા એટલે કે ‘ઇન્ટરવ્યૂ’ માટે બોલાવવામાં આવે છે. અંતિમ પસંદગી પ્રારંભિક પરીક્ષાના ગુણ અને ઇન્ટરવ્યૂના ગુણના સંયુક્ત મેરિટના આધારે કરવામાં આવે છે.
| તબક્કો | વિગત |
| તબક્કો-1 | પ્રારંભિક લેખિત પરીક્ષા (MCQ) |
| તબક્કો-2 | રૂબરૂ મુલાકાત (Interview) |
| અંતિમ તબક્કો | દસ્તાવેજ ચકાસણી (Document Verification) |
આ પણ વાંચો – GPSSB Mukhya Sevika Recruitment 2026
પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ (Exam Pattern & Syllabus)
પ્રારંભિક પરીક્ષા કુલ 300 ગુણની રહેશે, જેના માટે 180 મિનિટનો સમય મળશે. પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ભાગ સામાન્ય અભ્યાસ (General Studies) નો છે જે 100 ગુણનો રહેશે, જેમાં ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ, બંધારણ અને કરંટ અફેર્સ જેવા વિષયો હશે. બીજો ભાગ જે-તે પોસ્ટને લગતા વિષય (Subject Specific) નો હશે જે 200 ગુણનો રહેશે.
| વિષય | ગુણ | સમય |
| સામાન્ય અભ્યાસ (GS) | 100 | – |
| સંબંધિત વિષય (નર્સિંગ / આંકડા વગેરે) | 200 | – |
| કુલ | 300 | 180 મિનિટ |
પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ બુક્સ (Recommended Books for GPSC)
GPSC નર્સિંગ ભરતીમાં સફળતા મેળવવા માટે યોગ્ય મટીરીયલની પસંદગી પાયાની જરૂરિયાત છે. નીચે મુજબના પુસ્તકો તમારી તૈયારીને વેગ આપી શકે છે.
- ટેકનિકલ નર્સિંગ વિષયો માટે: ‘Target High’ અને ‘PR Yadav’ આ ક્ષેત્રના સૌથી લોકપ્રિય પુસ્તકો છે. તેમાં નર્સિંગના તમામ વિષયોની ડિટેલમાં સમજૂતી અને અગાઉની પરીક્ષાઓના MCQ નો સમાવેશ થાય છે.
- સામાન્ય અભ્યાસ (GS) માટે: સામાન્ય અભ્યાસના 100 ગુણ માટે ‘યુવા ઉપનિષદ’ અથવા ‘લિબર્ટી પબ્લિકેશન’ ની જીપીએસસી સ્પેશિયલ બુક્સ અત્યંત ઉપયોગી છે. આ પુસ્તકોમાં ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને બંધારણ ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યા છે.
- વર્તમાન પ્રવાહો (Current Affairs) માટે: ‘વર્લ્ડ ઇનબોક્સ’ અથવા ‘આઈસ મેજિક’ મેગેઝિન નિયમિત વાંચવું જોઈએ, જે તમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની મહત્વની ઘટનાઓથી માહિતગાર રાખશે.
- ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ: જો અભ્યાસક્રમમાં વ્યાકરણ હોય, તો ધોરણ 10 અને 12 ના પાઠ્યપુસ્તકો અથવા ‘અક્ષર પબ્લિકેશન’ ની બુક્સનો ઉપયોગ કરી શકાય છે.
- પુનરાવર્તનનું મહત્વ: પુસ્તકોની સંખ્યા વધારવા કરતા જે પણ વાંચો તેનું વારંવાર પુનરાવર્તન કરો, જેથી પરીક્ષાના સમયે મુંઝવણ ન થાય.
આ પણ વાંચો – PGCIL POWERGRID Recruitment 2026
જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઓનલાઈન અરજી કરતી વખતે અને ઇન્ટરવ્યૂ સમયે તમારી પાસે નીચે મુજબના ઓરિજિનલ દસ્તાવેજો રજુ કરાવના રહેશે. દસ્તાવેજો અધૂરા હોવાને કારણે તમારી ઉમેદવારી રદ થઈ શકે છે તેથી અહીં અમે લિસ્ટ આપ્યું છે તે મુજબ દસ્તાવેજો ગોઠવી શકો છો.
- આધાર કાર્ડ / ઓળખપત્ર
- શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ અને ડિગ્રી સર્ટીફીકેટ
- જાતિનું પ્રમાણપત્ર (અનામત વર્ગ માટે)
- નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટ (SEBC માટે – લેટેસ્ટ)
- અનુભવનું પ્રમાણપત્ર (નિર્ધારિત ફોર્મેટમાં)
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન (જો લાગુ પડતું હોય)
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
ફરજ અને કામગીરી (Job Profile & Duties)
GPSCની આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને સમાજ સેવા અને વહીવટી કુશળતા બતાવવાની તક મળશે. દરેક પોસ્ટની કામગીરી અને જવાબદારીઓ નીચે મુજબ વિગતવાર સમજી શકાય છે.
- નર્સિંગ પ્રિન્સિપાલ: આ પદ પર રહેલી વ્યક્તિએ નર્સિંગ કોલેજનું સંપૂર્ણ શૈક્ષણિક સંચાલન કરવાનું હોય છે. જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનું આયોજન, શૈક્ષણિક સ્ટાફનું સંકલન અને સંસ્થાના વહીવટી કાર્યોની જવાબદારી મુખ્ય હોય છે.
- નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ: હોસ્પિટલ પ્રશાસનમાં આ એક ચાવીરૂપ પોસ્ટ છે. તેમણે નર્સિંગ સ્ટાફનું સુપરવિઝન, દર્દીઓની સારવારમાં નર્સિંગ કેરની ગુણવત્તા જાળવવી અને હોસ્પિટલના વોર્ડ મેનેજમેન્ટ પર દેખરેખ રાખવાની હોય છે.
- મહિલા અને બાળ અધિકારી: આ અધિકારીઓએ મહિલા કલ્યાણ અને બાળકોના વિકાસ માટેની વિવિધ સરકારી યોજનાઓનું પાયાના સ્તરે અમલીકરણ કરવાનું હોય છે. શોષણ અટકાવવા અને કલ્યાણકારી પ્રવૃત્તિઓનું મોનિટરિંગ કરવું એ તેમની મુખ્ય ફરજ છે.
- જુનિયર સ્ટાફ ઓફિસર: આ પોસ્ટ મુખ્યત્વે વહીવટી કામગીરી સાથે જોડાયેલી છે. કચેરીના રોજીંદા કામકાજ, રેકોર્ડ મેન્ટેનન્સ અને સરકારી નીતિઓ મુજબ ફાઈલોનું સંચાલન કરવું એ તેમની પ્રાથમિક જવાબદારી રહે છે.
| પોસ્ટ | મુખ્ય કામગીરી |
| નર્સિંગ પ્રિન્સિપાલ | શૈક્ષણિક સંચાલન અને વહીવટ |
| નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ | નર્સિંગ સ્ટાફનું સુપરવિઝન અને મેનેજમેન્ટ |
| મહિલા અધિકારી | મહિલા કલ્યાણની યોજનાઓનું અમલીકરણ |
| જુનિયર સ્ટાફ ઓફિસર | કચેરી વહીવટ અને રેકોર્ડ મેન્ટેનન્સ |
પરીક્ષા અને ઇન્ટરવ્યૂની તૈયારી માટે ટિપ્સ (Preparation Tips)
GPSC ભરતીની પ્રારંભિક પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવવા માટે યોગ્ય રણનીતિ ખૂબ જ જરૂરી છે. જો તમે આ પરીક્ષા પાસ કરવા માંગતા હોવ, તો નીચે મુજબની તૈયારીની ટિપ્સ તમને મદદરૂપ સાબિત થઇ શકે છે.
- અભ્યાસક્રમ સમજો: કોઈપણ પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલા તેનો સિલેબસ જાણવોખુબજ જરૂરી છે. સૌ પ્રથમ GPSC ની સત્તાવાર વેબસાઇટ પરથી વિગતવાર સિલેબસ ડાઉનલોડ કરો અને તેને નાના ભાગોમાં વહેંચીને વાંચવાનું શરૂ કરો.
- સામાન્ય અભ્યાસ (GS): પરીક્ષાના પ્રથમ પેપરમાં સફળ થવા માટે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ (વર્તમાન પ્રવાહો) પર ખાસ ધ્યાન આપો. આ ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ અને ભૂગોળ જેવા વિષયો પાકા કરો.
- વિષય આવડત: આ ભરતીમાં તમારા ટેકનિકલ વિષયનું મહત્વ સૌથી વધુ છે. નર્સિંગ જેવી પોસ્ટ માટે એનાટોમી, ફિઝિયોલોજી અને પાયાના નર્સિંગ સિદ્ધાંતોને ડિટેલમાં સમજો, કારણ કે તેમાંથી 200 ગુણના પ્રશ્નો પૂછાય છે.
- મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ: માત્ર વાંચન કરવાને બદલે સમયનું આયોજન સમજવા માટે જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરો અને વધુમાં વધુ મોક ટેસ્ટ આપો, જેથી પરીક્ષાના દિવસે તમે તણાવમુક્ત રહી શકો.
- ઇન્ટરવ્યૂની તૈયારી: લેખિત પરીક્ષા બાદ રૂબરૂ મુલાકાત માટે તમારા આત્મવિશ્વાસ અને બોલવાની આવડત પર કામ કરો. તમારા ભૂતકાળના વ્યવસાયિક અનુભવ અને ટેકનિકલ જ્ઞાન વિશે સ્પષ્ટ અને સચોટ રહો.
ઇન્ટરવ્યૂમાં પુછાતા સંભવિત પ્રશ્નો (Sample Interview Questions for Nursing)
પ્રીલિમિનરી પરીક્ષા પાસ કર્યા બાદ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. અહીં અમે કેટલાક સંભવિત પ્રશ્નોનો સમાવેશ કર્યો છે જે તમારી તૈયારી વધુ સારી કરી શકે છે.
- ક્લિનિકલ નોલેજ: તમને ચોક્કસ બીમારી કે ઈમરજન્સી કેસમાં નર્સિંગ કેર કેવી રીતે આપશો તેવા પ્રેક્ટિકલ પ્રશ્નો પૂછવામાં આવશે.
- પરિસ્થિતિ જન્ય પ્રશ્નો: જો હોસ્પિટલમાં કોઈ મુશ્કેલ દર્દી કે પરિજન હોય, તો તમે તેમની સાથે કેવી રીતે વર્તશો તેની ચકાસણી કરવામાં આવશે.
- નર્સિંગ એથિક્સ: નર્સિંગના વ્યવસાય સાથે જોડાયેલા નૈતિક મૂલ્યો અને નીતિ-નિયમો વિશેના પ્રશ્નો ખૂબ જ સામાન્ય છે.
- આરોગ્ય યોજનાઓ: સરકારની હાલની આરોગ્ય યોજનાઓ જેવી કે PM-JAY (આયુષ્માન કાર્ડ) વિશેની માહિતી તૈયાર રાખવી જોઈએ.
- વ્યક્તિગત પરિચય: તમારા અભ્યાસ, અનુભવ અને તમે આ નોકરીમાં કેમ જોડાવા માંગો છો તે વિશે સ્પષ્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ જવાબ આપવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.
તૈયારી માટેનો પ્લાન (Study Plan & Daily Routine)
મારા અનુભવના આધારે અહીં મેં એક પ્લાન આપ્યું છે જે તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
- સમયનું વિભાજન: દિવસના 6 થી 8 કલાક વાંચન માટે ફાળવો. સવારના સમયે અઘરા વિષયો અને ટેકનિકલ નર્સિંગ વિષયો વાંચો.
- જનરલ સ્ટડીઝ (GS): બપોર પછીનો સમય જીએસ માટે રાખો, જેમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને કરંટ અફેર્સ જેવી માહિતી મેળવો.
- MCQ સોલ્વ કરવા: દરરોજ રાત્રે ઓછામાં ઓછા 50 થી 100 MCQ સોલ્વ કરવાની ટેવ પાડો, જેથી પ્રશ્નોની રીત અને સમય મર્યાદાનો ખ્યાલ આવે.
- સાપ્તાહિક રિવિઝન: અઠવાડિયાના અંતે રવિવારે આખા અઠવાડિયા દરમિયાન જે વાંચ્યું હોય તેનું સઘન રિવિઝન કરો અને મોક ટેસ્ટ આપો.
- સ્વાસ્થ્યનું ધ્યાન: તૈયારી દરમિયાન પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર લેવો પણ જરૂરી છે, જેથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને તમે એકાગ્રતાથી વાંચી શકો છો.
અરજી પ્રક્રિયા (How to Apply Online)
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવતા હોવ, તો નીચે મુજબના સ્ટેપ્સને ફોલો કરીને તમે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરી શકો છો:
- વેબસાઇટની મુલાકાત: સૌ પ્રથમ તમારા બ્રાઉઝરમાં GPSC OJAS ની સત્તાવાર વેબસાઇટ (https://gpsc-ojas.gujarat.gov.in) ખોલો. આ પોર્ટલ પર ગુજરાત સરકારની તમામ મહત્વની ભરતીઓની વિગતો ઉપલબ્ધ હોય છે.
- અરજી મેનૂ: હોમ પેજ પર જઈને “Online Application” મેનૂમાં આપેલા “Apply” વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને હાલમાં ચાલી રહેલી તમામ ભરતીઓની યાદી જોવા મળશે.
- જાહેરાતની પસંદગી: લિસ્ટમાંથી જાહેરાત નંબર 7/2026-27 (નર્સિંગ ઓફિસર અને અન્ય પોસ્ટ્સ) પસંદ કરો. અરજી કરતા પહેલા તેની વિગતો એકવાર ચોક્કસ વાંચી લેવી.
- રજીસ્ટ્રેશન અને અપલોડ: તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો. ત્યારબાદ નિયત સાઈઝમાં તમારો તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી કન્ફર્મ કરવી: ફોર્મ ભર્યા પછી તેને સેવ કરો, પરંતુ યાદ રાખો કે જ્યાં સુધી તમે “Confirm” બટન નહીં દબાવો ત્યાં સુધી તમારી અરજી માન્ય ગણાશે નહીં. કન્ફર્મ કર્યા પછી તમને એક કન્ફર્મેશન નંબર મળશે જે સાચવી રાખવો.
- ફી અને પ્રિન્ટ: જો તમે સામાન્ય કેટેગરીમાં આવતા હોવ, તો નિર્ધારિત ઓનલાઈન ફી ભરો. અંતે, ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લેવી જે ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કામ લાગશે.
GPSC Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
જવાબ: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતીમાં નર્સિંગ ઓફિસર, પ્રિન્સિપાલ અને અન્ય ટેકનિકલ પોસ્ટ સહિત કુલ 27 ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે.
જવાબ: ઉમેદવારો 05 મે 2026 થી લઈને 19 મે 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી સત્તાવાર GPSC OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
જવાબ: આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે M.Sc (Nursing) સાથે 3 વર્ષનો અનુભવ અથવા B.Sc (Nursing) સાથે 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો અનિવાર્ય છે.
જવાબ: પોસ્ટ મુજબ વય મર્યાદા અલગ-અલગ છે, જે સામાન્ય રીતે 35 થી 47 વર્ષની વચ્ચે છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
જવાબ: સામાન્ય (General) કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
જવાબ: પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં થશે, જેમાં પ્રથમ 300 ગુણની પ્રારંભિક લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટના આધારે ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે.
જવાબ: જાહેરાત મુજબ સામાન્ય અભ્યાસની પરીક્ષા 26 જુલાઈ 2026 ના રોજ અને સંબંધિત વિષયની પરીક્ષા 11 ઓગસ્ટ 2026 ના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જવાબ: પ્રારંભિક પરીક્ષામાં કુલ 300 ગુણના હેતુલક્ષી (MCQ) પ્રશ્નો પૂછાશે, જેમાં 100 ગુણ સામાન્ય અભ્યાસના અને 200 ગુણ જે-તે પોસ્ટના વિષય આધારિત રહેશે.
આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:
મિત્રો, અમારી તમને સલાહ છે કે હંમેશા સત્તાવાર જાહેરનામું ધ્યાનપૂર્વક વાંચવું અને ફક્ત સત્તાવાર વેબસાઈટ પરથી જ અરજી કરવી. અહીં અમે આ ભરતી સંબંધિત સત્તાવાર લિંક આપી છે.
નિષ્કર્ષ (Conclusion)
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી નર્સિંગ અને વહીવટી ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે સારી તક છે. સારો પગાર અને પ્રતિષ્ઠિત પદ મેળવવા માટે યોગ્ય આયોજન સાથે તૈયારી શરૂ કરવી અત્યંત જરૂરી છે. જો તમે લાયકાત ધરાવતા હોવ તો સમયસર અરજી કરી દો. જો કોઈ પ્રશ્ન કે સલાહ હોય તો કમેન્ટમાં લખીને પૂછી શકો છો અમે વહેલી તકે જવાબ આપવાની કોશિશ કરીશું.
Disclaimer:
આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતી માટે છે. અમે સત્તાવાર સહકારી સંસ્થા નથી અને કોઈ ભરતી પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલા નથી. તમામ માહિતી સત્તાવાર જાહેરનામા અને વિશ્વસનીય સ્ત્રોતોના આધાર પર તૈયાર કરવામાં આવે છે, છતાં કોઈ ભૂલ -અથવા ફેરફાર માટે અમે જવાબદાર નથી. અમે કોઈપણ ભરતી માટે ફી લેતા નથી અને કોઈ મધ્યસ્થી સેવા આપતા નથી. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઈટ પર માહિતી ચકાસી લો. વપરાશકર્તા પોતાની જવાબદારી પર નિર્ણય લે.

તેમણે 2016માં Master of Arts (Creative Writing) પૂર્ણ કર્યું છે. તેમને સરકારી નોકરી, પરીક્ષા અને યોજનાઓ સંબંધિત વિષયો પર સરળ અને સમજાય તેવી ભાષામાં લખવાનો અનુભવ છે. તેઓ વાચકોને સત્તાવાર સ્ત્રોત પરથી સાચી અને વિશ્વસનીય માહિતી આપે છે.
Job